[surat] - ઉભરાટથી પરત આવતા પુણાગામના યુવકનું રેતીમાં બાઇક સ્લીપ થતાં મોત

  |   Suratnews

પુણાગામ ખાતે રહેતા બે યુવકો ગતરોજ જલાલપોરનાં ઉભરાટ દરિયા-કિનારે બાઇક પર ફરવા આવ્યા હતાં અને પરત સુરત ખાતે જતી વેળાએ નિમળાઇ ગામ પાસે રસ્તા ઉપર માટી અને રેતી પડેલ હોય તેનાં ઉપર મોટરસાયકલ સ્લીપ થઇ ગઇ હતી. જેથી ચાલકનું ઘટનાસ્થળે જ મોત થતું હતું. જ્યારે પાછળ બેઠેલા તેના મિત્રને શરીરે ઇજા થઇ હતી.

પુણાગામ ખાતે માતૃશક્તિ સોસાયટીમાં ભાવિક ગુણવંતભાઇ ભુવા (23) તેના પરિવાર સાથે રહી માર્કેટીંગની નોકરી કરે છે. તેની સાથે તેમનો મિત્ર વિરલભાઇ જયંતીભાઇ હથોપરા (રહે.સુરત) ગતરોજ સ્પ્લેન્ડર બાઇક (જીજે-05-એચપી-1017) ઉપર બેસી જલાલપોરનાં ઉભરાટનાં દરિયા-કિનારે ફરવા આવ્યા હતાં. સવારે બાઇક પર આવ્યા બાદ સાંજે 4.15 વાગ્યાનાં સમયે પરત સુરત જવા નીકળ્યા હતાં ત્યારે તેઓ નિમળાઇ ગામની હદમાં રોડ ઉપરથી પસાર થતાં હતાં ત્યારે રસ્તા ઉપર રેતી અને માટીનો ઢગલો પડેલ હોય તેનાં પરથી ભાવિક ભુવાએ બાઇક પૂરઝડપે હંકારતા તેના પરથી પસાર થતાં તેમની બાઇક સ્લીપ થઇ જતાં બંને રસ્તા ઉપર પટકાયા હતાં. જેથી ચાલક ભાવિક ભુવા માથાને ભાગે ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે પાછળ બેસેલ યુવાન વિરલને શરીરે નાની-મોટી ઇજા થતાં બેભાન હાલતમાં હોય મરોલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઇ ગયા હતાં. ઘટનાની જાણ મૃતકનાં ભાઇ સની ગુણવંત ભુવા (રહે.પુણાગામ) એ જલાલપોર પોલીસ મથકે આપતા વધુ તમામ એએસઆઇ નાનાભાઇ ડોંગરેભાઇ કરી રહ્યાં છે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/gF1OcgAA

📲 Get Surat News on Whatsapp 💬