[surat] - 8 મહિલાના નામે મોપેડ ખરીદનારાઓ વિરુદ્ધ ગુનો દાખલ

  |   Suratnews

સુરત| લોન અપાવવાના માન દરવાજાની 8 મહિલા પાસેથી ખાતું ખોલાવવાના બહાને 1500 રૂપિયા અને ઓળખના પુરાવા લઈ લોન નહીં અપાવીને તેમના નામે મોપેડ લેનારા વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.

ચારેક મહિના પહેલાં માન દરવાજામાં સચિન અને રાહુલ પાટીલ નામનો યુવક આવ્યો હતો. ત્યારે સ્થાનિક લોકોને મકાન બાંધકામ માટે લોનની જરૂરત હોવાથી સચિન અને રાહુલે લોન અપાવવાનો ભરોસો આપ્યો હતો. સ્થાનિક લોકોએ ખાતું ખોલાવવાના રૂ. 1500 અને ઓળખના પુરાવા આપી દીધા હતા. ત્યાર બાદ સચિન અને રાહુલ લોન અપાવી ન હતી. ચારેક મહિના પછી ખાનગી ફાયનાન્સ કંપનીમાંથી જાણવા મળ્યું કે, આરોપી એ તેમના નામે અડાજણની એક બેંકમાં 1000 રૂપિયા ભરીને ખાતું ખોલાવી લીધું છે. 500-500 રૂપિયા ગઠિયાઓએ લઈ લીધા હતા. તેના આધારે મહિલાઓના નામે મોપેડ ખરીદી લીધી હતી.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/uj7SaAAA

📲 Get Surat News on Whatsapp 💬