[vadodara] - મેથ્સ અને કમ્પ્યૂટરના ટીચર્સ હવેથી પરીક્ષાઓના માર્કસનું ટોટલ કરશે

  |   Vadodaranews

ધો. 10 અને 12ના રિઝલ્ટ જાહેર થાય એટલે પોતાના રિઝલ્ટને લઈને સ્ટુડન્ટસમાં અસંતોષ જોવા મળતો હોય છે. આ અસંતોષ કેટલીક વખત ઉત્તરવહીમાં માર્કસના ટોટલમાં રહી ગયેલી ભૂલોને કારણે પણ સર્જાતો હોય છે. હવે સીબીએસઈ બોર્ડે આ દિશામાં સ્ટુડન્ટસના હિતમાં કેટલાક સ્ટેપ્સ લીધા છે. બોર્ડ એક્ઝામમાં ઉત્તરવહીના મૂલ્યાંકનમાં કોઈ સમસ્યા ન સર્જાય તે માટે જે મૂલ્યાંકન કરે તે ટીચર્સની સંખ્યા વધારાશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ આ સંબંધિત તમામ સ્કૂલોને સૂચનાઓ આપી દીધી છે. સૂચના પ્રમાણે જે મૂલ્યાંકન કરશે તે ટીચર્સને વિશેષ ટ્રેનિંગ અપાશે.

1 કોપી ચેક કરવા 2 ટીચર્સ હશે

બોર્ડ એક્ઝામમાં મૂલ્યાંકન બાદ માર્કસના ટોટલમાં કોઈ ભૂલો ન સર્જાય તે માટે મૂલ્યાંકન કેન્દ્ર પર વિશેષ રૂપે ગણિત અને કમ્પ્યુટરના ટીચર્સને હાજર રખાશે. એક કોપી ચેક કરવા બે ટીચર્સ હશે. કોપી ચેક થયા પછી અંતે બે ટીચર્સ મળીને કોપીનું માર્કિંગ કરશે. સીબીએસઈએ ચોક્કસ સમયમાં રિઝલ્ટ જાહેર કરવાનો અને એક્ઝામ સેન્ટર વધારવાનો પણ નિર્ણય કર્યો છે....

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/8XFyBgAA

📲 Get Vadodara News on Whatsapp 💬