[vadodara] - રાજ્યકક્ષાની મલખંભ સ્પર્ધામાં અંડર-17માં નિત્ય પટેલ, અક્ષતા જોષી વિજેતા

  |   Vadodaranews

વડોદરા | તાજેતરમાં ખેલમહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની મલખંભ સ્પર્ધા અંડર-17નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ શહેરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ મલખંભ સ્પર્ધા નૂતન વિદ્યાલય સમા ખાતે રાખવામાં આવી હતી. મલખંભ સ્પર્ધામાં ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય દર્શાવી લોકોને ચોંકાવી દીધા હતા. જેમાં નિત્ય પટેલ અને અક્ષતા જોષી પ્રથમ ક્રમાંકે રહ્યા હતા. રુદ્ર રાજપૂત અને પ્રાપ્તી ગાંધીએ દ્વિતિય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તેમજ કર્તવ્ય પટેલ અને ધૃવી જાનીએ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.

Malkhambh Competition

મીનલ વાઘ અને એકતા મિસ્ત્રી મલખંભમાં પ્રથમ

વડોદરા | ખેલમહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની મલખંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કેટેગરીમાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. અબોવ-17 વયજુથના છોકરા-છોકરીઓની સ્પર્ધામાં વિવિધ શહેરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં મીનલ વાઘ અને એકતા મિસ્ત્રીએ પ્રથમ ક્રમાંકે જીત મેળવી હતી. અવધૂત કુલકર્ણીએ અને શિવાની સોનીએ દ્વિતિય ક્રમાંક મેળવ્યો હતો. અને જયદીપ પવાર અને ચૈતાલી પ્રજાપતિએ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. સ્પર્ધામાં અભિજીત ભોસલે અને સચીન પરદેશી નિર્ણાયક અને રણજીતભાઇ કંસારા ટાઇમ કીપર અને સ્કોરર દુર્વા પટ્ટણકર રહ્યા હતા.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/rl2rigAA

📲 Get Vadodara News on Whatsapp 💬