[vadodara] - વાઈબ્રન્ટ ટોકઃ રવીન્દ્ર જાડેજા, પૂજારા અને મેરિકોમ યુવાનો સાથે સંવાદ કરશે

  |   Vadodaranews

જાન્યુઆરીમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં યુવાનોને આકર્ષવા માટે ચાર મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં લીડરશિપ ટોક યોજાશે. આ કાર્યક્રમમાં ક્રિકેટર્સ રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, ઇરફાન પઠાણ, બોક્સર મેરિકોમ સહિતના યૂથ આઇકોન હાજરી આપશે અને યુવાનો સાથે સંવાદ કરશે. આરોગ્ય કમિશનર જયંતી રવિએ કહ્યું કે આ કાર્યક્રમમાં યુવા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે. આ તમામને આમંત્રણ અપાયા છે અને મોટાભાગના આઇકોન્સના કન્ફર્મેશન મળી ગયા છે. યૂથ કનેક્ટ ટોક 5મી જાન્યુઆરીએ વડોદરા, 9મીએ રાજકોટ, 11મીએ સુરત અને 16મીએ અમદાવાદ આઇઆઇએમ ખાતે યોજાશે. આ સાથે યુવાનોને ટીમવર્ક શીખવવા માટે આઇ ક્રિએટ દ્વારા તૈયાર કરાયેલી મોબાઇલ એપ્લિકેશન દ્વારા ક્રાઉડસોર્સ્ડ આઇડિયાઝ હેકાથોન (ક્રીડા) નામની વર્ચ્યુઅલ કોમ્પિટિશન યોજાશે.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/MGa18wAA

📲 Get Vadodara News on Whatsapp 💬