[ahmedabad] - અકસ્માતમાં મૃત્યુ પામનારા પોલીસ કર્મચારીને 30 લાખની રકમ ચૂકવાશે

  |   Ahmedabadnews

ભારતીય સ્ટેટ બેંક તથા ગુજરાત પોલીસ મહાનિર્દેશકની કચેરી વચ્ચે એમઓયુ થયા છે, જે મુજબ ભારતીય સ્ટેટ બેંકમાં સેલેરી ખાતું ધરાવતા પોલીસ કર્મચારી તથા અધિકારી અકસ્માતમાં મૃત્યુ પામે તો 30 લાખ અકસ્માત વીમાની રકમ ચૂકવાશે. આ કરાર મુજબ 22મી જાન્યુઆરી પછી જો કોઈ અધિકારી કે કર્મચારીનું અકસ્માતમાં મૃત્યુ થાય તો આ લાભ મળ‌વાપાત્ર છે. જોકે આ લાભ કુદરતી મૃત્યુમાં મળવાપાત્ર નથી. આ કરાર ત્રણ વર્ષ માટે કરાયો છે. ત્યાર બાદ યોગ્ય જણાશે તો એમઓયુ રિન્યુ કરાશે.

આ એમઓયુ વખતે થયેલી ચર્ચા મુજબ ઝીરો બેલેન્સથી ખાતું ખોલાવી શકાશે. આ ખાતામાં ઓછામાં ઓછા 5 હજાર સુધીનો માસિક પગાર જમા થતો હોય તેને આ લાભ મળવાપાત્ર થશે. કોઈ કિસ્સામાં અકસ્માત તારીખથી મૃત્યુ થાય તે તારીખ સુધીની જે મેડિકલ સારવાર લીધેલી હોય તેના મેડિકલ બિલોનો ખર્ચ ઉપરાંત 30 લાખનો લાભ આ પોલિસી મુજબ મળ‌વાપાત્ર થતો હોવાનું એડિશનલ ડીજી (વહીવટ) ટી. આર. બિસ્ટે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને મોકલેલા પરિપત્રમાં જણાવ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Y-l_LQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬