[ahmedabad] - ચાલુ ટ્રેનમાં વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો, સારવાર ન મળતાં મોત

  |   Ahmedabadnews

સૌરાષ્ટ્ર મેલના થર્ડ એસી કોચમાં મુસાફરી કરી રાજકોટથી બોરીવલી જઈ રહેલા પેસેન્જરને હાર્ટએટેક આવ્યા બાદ સમયસર સારવાર ન મળવાને કારણે ટ્રેનમાં જ મોત નીપજ્યું હતું, જેના પગલે અમદાવાદ પહોંચેલી ટ્રેનના પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો, જેથી ચાર કલાક સુધી ટ્રેન અમદાવાદ ઊભી રાખવી પડી હતી. બીજી બાજુ કોચમાં મૃત્યુ પામેલા પેસેન્જરના મૃતદેહને લગેજ યાનમાં મૂકી બોરીવલી મોકલી આપવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

મૃતકના કોચમાં મુસાફરી કરી રહેલા અમિત વસંતના જણાવ્યા અનુસાર, 63 વર્ષના હરેશભાઈ ઠક્કર રાજકોટથી ટ્રેનમાં બેઠા હતા. સુરેન્દ્રનગરમાં તેમણે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ સાથે કોચમાં ટીટીઈ પાસે ડોક્ટરની મદદ માગી હતી, જોકે વિરમગામમાં પણ તેમને ડોક્ટરની સુવિધા મળી નહોતી. ટ્રેન રાતે 11 વાગે અમદાવાદ પહોંચી તે પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. વધુમાં ટ્રેન અમદાવાદ પહોંચી ત્યારે પણ ડોક્ટર ત્યાં હાજર ન હતા. રાતે લગભગ 12.30 વાગ્યે ડોક્ટર સ્ટેશન પર આવ્યા હતા. ત્યાર બાદ તેમણે ડેથ સર્ટિફિકેટ આપ્યું હતું. ટ્રેનના છેલ્લા લગેજ કોચને ખાલી કરાવી ડેડબોડી ત્યાં ખસેડાઈ હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/fJaHagAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬