[ahmedabad] - ધો.10 પાસ બકુલાએ સહી કરી 500 દસ્તાવેજ નોટરાઇઝ કર્યા

  |   Ahmedabadnews

નોટરીની ખોટી સહી કરી અંદાજે 500થી વધુ બોગસ નોટરાઇઝ દસ્તાવેજો બનાવાના ષડ્યંત્રનો શહેર એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે સ્ટેમ્પ વેન્ડર દંપતી અને નોટરી સહિત 3ની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. ધો.10 પાસ મહિલાએ જ તમામ દસ્તાવેજો નોટરાઇઝ કરી નાખ્યા હતા. શહેર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે રાવપુરા રોડ પર જ્યુબિલી બાગ સામે આવેલ જ્યુપિટર ટાઇપ રાઇટિંગ નામની દુકાનના ઉપરના માળે આવેલ શ્રીજી ટાઇપ સેન્ટરની ઓફિસમાં સ્ટેમ્પ વેન્ડર બકુલા આશિષ પટેલ દસ્તાવેજો અને સોગંદનામાં કરવા આવતા ગ્રાહકોને સ્ટેમ્પનું વેચાણ કરી કોમ્પ્યૂટર ઉપર દસ્તાવેજ અને સોગંદનામાં ટાઇપ કરાવી નોટરી તરીકેની ઓળખ આપીને દસ્તાવેજો નોટરાઇઝ કરી આપી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરે છે. જેથી પીઆઇ એચ.એમ.ચૌહાણ સહિતની ટીમે મંગળવારે દરોડો પાડીને બકુલા આશિષ પટેલ તથા તેનો પતિ આશિષ કૃષ્ણકાંત પટેલ (રહે, દીપ એપા.કડવા શેરી, અમદાવાદી પોળ) તથા નોટરી બિપીન જશભાઇ પટેલને ઝડપી લીધાં હતાં.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/UOXYpgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬