[ahmedabad] - ફી લડત વિરોધી સમિતિ મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં ધરણાં કરશે

  |   Ahmedabadnews

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વેલ્ફેર ફંડ સ્કીમમાં કરેલા તોતિંગ ફી વધારાના મુદ્દે ફી વિરોધી લડત સમિતિ અને બાર કાઉન્સિલના વિરોધ પક્ષના સભ્યો દ્વારા બુધવારે મેટ્રો કોર્ટ કંમ્પાઉન્ડમાં ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કરશે. તેમજ બાર કાઉન્સિલે કરેલા ફી વધારાના પરિપત્રની હોળી કરવામાં આવશે. જુનિયર વકીલો માટે રૂ.1 હજાર અને સિનિયર વકીલો માટે રૂ.1500 ફી રાખવાની મેટ્રો, સેશન્સ, ડિસ્ટ્રિક્ટ, ફેમિલિ, લેબર અને સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિયેશને માંગ કરી ધરણાના કાર્યક્રમને સમર્થન આપ્યુ છે.

ફી લડત વિરોધી સમિતના ચેરમેન હિરાલાલ ગૃપ્તા, બાર કાઉન્સિલના વિરોધપક્ષના સભ્યો પરેશ વાઘેલા, અફઝલખાન પઠાણ અને પરેશ ગુલાબખાન પઠાણે જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલે વેલ્ફેર ફંડની રિન્યુએલ ફી માં તોતિંગ વધારો કર્યો છે. આથી ઘી કાંટા કોર્ટ કંમ્પાઉન્ડમાં બપોરે 12 થી 3 વાગ્યા સુધી ધરણા યોજવામાં આવશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ixMojwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬