[amreli] - અમરેલીમાં મોરારીબાપુનીના આશિવર્વાદથી લોકસાહિત્ય સેતુ હેઠળ ગુરૂવર્ય નવલકાંત જોષી

  |   Amrelinews

અમરેલીમાં મોરારીબાપુનીના આશિવર્વાદથી લોકસાહિત્ય સેતુ હેઠળ ગુરૂવર્ય નવલકાંત જોષી શ્રુતિ મંદિરના હોલમાં કવિઓની બેઠક મળી હતી. આ બેઠકમાં લોકોએ કવિઓના “ થંભ થડકે મેડી હશે…” તેવા દુહાઓ સાંભળાયા હતા. આ બેઠકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કવિઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમરેલીમાં કવિની બેઠકમા લોકોને મહેશભાઈ દવેએ “ થંભ થડકે મેડી હશે…” તેવા અનેક દુહાઓથી સાધના હોલ ગુંજી ઉઠ્યો હતો. આ બેઠક દરમિયાન રેડિયો કલાકાર માવજીભાઈ ધંધુકીયા અને ધારીનાં પ્રભાવિત ચંદ્રકાંતભાઈ બોરોડ ,કુમાર ઉર્વશીબેન બારોડ,સુરેશ વેકરીયા,રામભાઈ અને સુરેશભાઈએ પોતાની આગવી શૈલીમાં દુહા,છંડ,ભજનની રમઝટ બોલાવી લોકોને તરબોર કર્યા હતા.

આ બેઠકમાં રાજકોટથી ઉમેશભાઈ જોષી, મોટાભાઈ સંવટ, નારણભાઈ ડોબરીયા, હર્ષદભાઈ ચંદારાણા, લવજીભાઈ ચાવડા, ધર્મેશભાઈ ઉનાગર, ધનશ્યામભાઈ દવે, રજનીશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. તસવીર- જયેશ લીંબાણી

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/TKcVkQAA

📲 Get Amreli News on Whatsapp 💬