[amreli] - જિલ્લાકક્ષાનો 70મો પ્રજાસતાક પર્વ ખાંભામાં ઉજવવામાં આવશે

  |   Amrelinews

ખાંભા ખાતે આગામી 26મી જાન્યુઆરીના રોજ 70મા પ્રજાસતાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી થશે. અહી ધ્વજવંદન, પરેડ, સ્વાતંત્ર્ય સેનાનીઓનુ સન્માન તેમજ દેશભકિતના રંગારંગ કાર્યક્રમો થશે. આ માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

અમરેલી જિલ્લાકક્ષાના પ્રજાસતાક દિનની ખાંભા ખાતે ઉજવણી થનાર હોય વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અહી રાજયના મહિલા બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. અહી મંત્રી પ્રજાને સંબોધન કરી પરેડ નિરીક્ષણ, સ્વાતંત્ર્ય સેનાનીઓનુ સન્માન, ઇનામ અને સન્માનપત્રનુ વિતરણ કરશે.

આ ઉપરાંત અહી સવારે 9 થી 12 સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગ નિદર્શન, ટેબ્લો નિદર્શન અને પ્રદર્શન સ્ટોલનુ આયોજન પણ કરવામા આવ્યું છે. ત્યારે પ્રજાસતાક દિનની ઉજવણીમા હર્ષભેર ભાગ લેવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/RM5HeQAA

📲 Get Amreli News on Whatsapp 💬