[amreli] - સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી ધીમી ગતીથી થઇ

  |   Amrelinews

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી ધીમી ગતીથી થઇ રહી છે. અમરેલી જીલ્લામાં તો સરકાર પાસે મગફળીના સંગ્રહ માટે પુરતા ગોડાઉન પણ નથી. સાવરકુંડલા માર્કેટીંગયાર્ડમાં તેના કારણે હાલમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી ખુલ્લા મેદાનમાં રખાય છે. અહિં 11 હજાર ગુણી મગફળીનો જથ્થો ખુલ્લામાં પડયો છે. સરકાર પાસે આ મગફળીનો સંગ્રહ કરવા ગોડાઉન નથી. સૌથી ચિંતાની વાત એ છે કે હાલમાં માવઠાનો માહોલ ચાલી રહ્યો છે અને આ ખુલ્લી મગફળી પર કમોસમી વરસાદ ત્રાટકશે તો મોટુ નુકશાન થશે.

સરકારી રાહે થતા કામો કેટલી હદે પોલંપોલ ચાલતુ હોય છે તેનો ઉત્તમ નમુનો સરકારની ટેકાના ભાવે થતી ખરીદીઓમાં દર વર્ષે જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા ઓણ સાલ મગફળીની જે ખરીદી કરવામાં આવી રહી છે તેના સંગ્રહ માટે ગોડાઉનની પુરતી વ્યવસ્થા જ ન હોવાનું ચિત્ર સામે આવી રહ્યુ છે. અગાઉ જીલ્લાના માર્કેટીંગયાર્ડોમાં ગોડાઉનના અભાવે મગફળીની ખરીદી પણ અટકી ગઇ હતી. હવે ગોડાઉન ભલે ન હોય પરંતુ ખરીદી ચાલુ રખાય છે જેના પર પરિણામે મગફળી ખુલ્લામાં જ રાખવી પડી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/RiC9bQAA

📲 Get Amreli News on Whatsapp 💬