[anand] - આજે અમૂલનું કેમલ મિલ્ક લોન્ચ થશે : બોટલના રૂ.50

  |   Anandnews

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ દ્વારા ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ અને ભૂજમાં 23મી જાન્યુઆરીથી અમૂલ કેમલ મિલ્ક વેચાણ માટે મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. ઈન્સ્યુલીન જેવા પ્રોટીનનું ઉચું પ્રમાણ દૂધમાં હોવાથી ડાયાબીટીશ વાળામાટે લાભ દાયી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કચ્છમાંથી પેક કરાયેલું ઉટંડીનું દૂધ 500 મિલીની બોટલમાં રૂા.50માં મળશે.

અમૂલ ભારતમાં સૌ પ્રથમવાર \'અમૂલ\' બ્રાન્ડ હેઠળ કેમલ મિલ્ક બજારમાં મૂકી રહ્યું છે. કેમલ મિલ્ક પચવામાં આસાન હોય છે અને તેના ઘણા લાભ છે, જેમાં ઈન્સ્યુલીન જેવા પ્રોટીનનું ઉંચુ પ્રમાણ તેને ડાયાબિટીક વ્યક્તિ માટે લાભદાયી બનાવે છે. કેમલ મિલ્કહજારો વર્ષથી વિવિધ સંસ્કૃતિઓમાં ઉપયોગમાં લેવાતુ આવ્યું છે અને આયુર્વેદના ગ્રંથોમાં પણ તેના ગુણોનો ઉલ્લેખ કરાયો છે. સંશોધન લેખોમાં પણ સૂચવાયું છે કે કેમલ મિલ્કડેરી એલર્જી ધરાવતા લોકોને લાભદાયી છે, તેમાં કોઈ એલર્જન્ટ નથી....

ફોટો - http://v.duta.us/4LWizAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/vOsc1wAA

📲 Get Anand News on Whatsapp 💬