[anand] - આણંદ જૈન ઉપાશ્રયની દુકાનોમાં માલિકીહક્ક દર્શાવવા પાલિકાના રેકર્ડમાં ચેડાં કર્યાનો ઘટસ્ફોટ

  |   Anandnews

શહેરમાં શ્રી નુતન જૈન ઉપાશ્રય બિલ્ડીંગમાં આવેલી એક દુકાનમાં ખોટો હક્ક ઊભો કરવાના ઈરાદે આણંદ નગરપાલિકાના રેકર્ડ સાથે ચેડા કરી દુકાનો ખોટી રીતે પડાવી લેવા સંદર્ભે આણંદ શહેર પોલીસે પાલિકાના કર્મચારીઓ-સત્તાધીશ સહિત ત્રણ સામે છેતરપિંડી અને ખોટા દસ્તાવેજોનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરમાં કૈલાસ ફાર્મ રોડ ખાતે રહેતા નલીનકુમાર જગન્નાથ વર્મા અને ઈલ્યાસભાઈ વલીભાઈ મુલતાનીએ શહેરના મહાવીર માર્ગ પર આવેલી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની મિલ્કત બે અલગ અલગ રજિસ્ટર દસ્તાવેજથી 12 સપ્ટેમ્બર, 2018ના રોજ વેચાણ અર્થે રાખી હતી. જે સીટી સર્વે રેકર્ડ પર તેઓના નામે નોંધાયેલી છે. તેઓએ જૈન ઉપાશ્રય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પાસેથી ભાડુઆતોના કબજા સાથે મિલ્કત વેચાણ રાખી હતી અને તેઓએ બિલ્ડીંગમાં આવેલી દુકાન નં. 9,12 અને 13 રવાણી બ્રધર્સના કબજેદાર અનિલ બીંદુભાઈ રવાણી પાસેથી વળતર ચૂકવી ત્રણેય દુકાનોનો કબજો મેળવ્યો હતો. તેઓએ નગરપાલિકા પાસે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગતા નગરપાલિકાએ આપેલી માહિતી મુજબ વર્ષ 2017-18માં ખાનગી એજન્સી દ્વારા સર્વે દરમિયાન આ મિલ્કતમાં અશોક રતિલાલ પટેલનું નામ દાખલ કરાયું હતું. ખાનગી એજન્સી તરીકે એસ.એમ. બોગરા એન્ડ કંપની ચાટર્ડ એકાઉન્ટન્ટ અને સર્વેયર તરીકે આમીરભાઈ સબ્બીરભાઈ વ્હોરા હતા. તેમણે આધારા પુરાવા વગર મિલ્કતમાં ખોટી રીતે અશોકભાઈનું નામ કબ્જેદાર તરીકે દર્શાવ્યું હતું. જોકે, મિલ્કત માપણી ફોર્મમાં રીન્કુ ફેશનવેર દર્શાવ્યું છે. આ તમામ કાર્યવાહી નગરપાલિકાના પદાધિકારીઓના મેળાપીપણામાં થયું હોવાનું સ્પષ્ટ થયું છે. અને સેશન્સ કોર્ટને ગેરમાર્ગે દોરવા કોર્ટમાં ખોટું સોગંદનામું રજૂ કર્યું છે. આ મિલ્કતમાં અશોકભાઈ પટેલનો ભાડુઆત તરીકે કોઈ હક્ક નહી હોવા છતાં ખોટો હક્ક ઊભો કરવાના ઈરાદે દુકાન નં. 9 માં નગરપાલિકાના અધિકારીઓ સાથે મળી કાવતરૂં રચી નગરપાલિકાના આકારણી રેકર્ડ પર પોતાનું નામ દાખલ કરાવી મિલ્કત પડાવી લેવા માટે ખોટો પુરાવો ઊભો કર્યો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PQnsqAAA

📲 Get Anand News on Whatsapp 💬