[anand] - ખાનકૂવા ગ્રા.પં.ના વોર્ડ નં.9ની પેટાચૂંટણી : પૂજાભાઇની જીત

  |   Anandnews

ઉમરેઠ તાલુકાના ખાનકુવા ગ્રામ પંચાયત વોર્ડ નં.9માં ખાલી પડેલી બેઠકની યોજાયેલી પેટાચૂંટણીનું મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે બે ઉમેદવારો વચ્ચે રસાકસી રહેતા પૂંજાભાઈ ઠાકોરને સૌથી વધુ મત મળતાં વિજેતા જાહેર કરાયા હતા. જેમાં 6 મત નોટા પડ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ રીતે મતગણતરી હાથ ધરાઇ હતી.

ચૂંટણી શાખાના સૂત્રોની માહિતી મુજબ ઉમેરઠ તાલુકાના ખાનકુવા ગ્રામ પંચાયત વોર્ડ નં.9માં ખાલી પડેલી બેઠકની બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. ત્યારે મંગળવારે ઉમરેઠ મામલતદાર કચેરીએ મત ગણતરી હાથ ધરાઇ હતી.

જેમાં ઇવીએમ મશીનમાં પડેલા 362માંથી પુજાભાઇ .ડી.ઠાકોરને કુલ 227 મત અને તારાબેન છગનભાઇ ઠાકોરને માત્ર 129 મત મળ્યા હતાં. આથી સૌથી વધુ મત પુજાભાઇ ઠાકોરને મળતાં વિજેતા જાહેર કરાયા હતાં. ટેકેદારોએ ગુલાબની છોડો ઉડાડી વિજયોત્સવ મનાવ્યો હતો.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/dWpU1wAA

📲 Get Anand News on Whatsapp 💬