[anand] - 40 મુસાફરો ભરેલી ST બસની બ્રેક ફેઇલ, ડ્રાઇવરે ટેકરા પર રોકી દીધી

  |   Anandnews

એસ.ટી બસ અમારી, સલામત સવારીના મુસાફરોને આકર્ષવા માટે એસ.ટી તંત્ર દ્વારા બણગા ફુંકવામાં આવે છે. ત્યારે ભરચક વિસ્તાર એવા અમૂલ ડેરી રોડ પર ગણેશ રેલવે ફાટક પાસે પસાર થતી આણંદથી ગોધરા એસ.ટી બસની એકાએક બ્રેક ફેઇલ થઇ જતાં 40 મુસાફરોનો જીવ પડીકે બંધાયો હતો. જેના પગલે ડ્રાઇવરે સમય સુચકતાથી રોડની સાઇડમાં રોકી દેવાતા હાશકારો અનુભવાયો હતો. જ્યારે ડેપોમાંથી બીજી બસ બોલવી મુસારોને બેસાડવામાં આવ્યા હતાં.

આણંદ એસટી ડેપોમાંથી આણંદ-ગોધરા બસ બપોરે 3:00 વાગે 40 મુસાફરો ભરી ઉપડી હતી. જે અમૂલ ડેરી રોડ પર ગણેશ રેલવે ફાટક પાસે પહોંચતા તેની બ્રેક ફેઇલ થઇ ગઇ હતી. ત્યારે એસટી બસના ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી રેલવે ફાટક પાસે રોડની બાજુમાં ટેકરા પર બસ મહામૂસીબતે ઉભી રાખી હતી. આ બાબતે આણંદ ડેપો મેનેજરને ટેલિફોનિકથી જાણ કરાઇ હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/QuaRWwAA

📲 Get Anand News on Whatsapp 💬