[bhavnagar] - ધારૂકા ગ્રા.પં.ની ચૂંટણીમાં ભાજપ પ્રેરીત પેનલ વિજેતા

  |   Bhavnagarnews

ઉમરાળા બ્યુરો | 22 જાન્યુઆરી

ઉમરાળા તાલુકાનાં ધારૂકા ગામની ગ્રામ પંચાયતની 20 જાન્યુઆરીનાં યોજાએલી સામાન્ય ચુંટણીની મત-ગણતરી આજે ઉમરાળા ખાતે હાથ ધરાતા સુરસંગભાઈ યાદવ તથા તેમની ભાજપ પ્રેરીત પેનલનાં ચાર સદસ્યો ચુંટાયેલા જાહેર થયા છે. સામેની પેનલમાં ત્રણ સદસ્યો ચુંટાયા છે.

તાલુકા શાળા નં-1માં સવારે 9 કલાકે ગણતરી ચાલુ કરાતા સરપંચ પદનાં બે ઉમેદવારો પૈકી સુરસંગભાઈ સામતભાઈ યાદવને 808 મત અને કોંગ્રેસ પ્રેરીત પેનલના વલ્લભભાઈ સામતભાઈ ચૌહાણને 676 મત મળતા ભાજપ પ્રેરીત પેનલના સુરસંગભાઈ યાદવનો 132 મતથી વિજય થયો હતો.

ધારૂકા ગ્રામ પંચાયતનાં કુલ આઠ વોર્ડ પૈકી વોર્ડ નં-1 અનુસુચિત આદિજાતિ માટે અનામત છે. આ વોર્ડમાં એકપણ ફોર્મ ભરાયું ન હતું. બાકીનાં વોર્ડનં-2 થી 8 સુધીના કુલ સાત વોર્ડમાં બે-બે ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/4YYWLAAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬