[bhavnagar] - વાદળો છવાતા શહેરમાં બપોરે તાપમાન 4.3 ડિગ્રી ઘટી ગયું

  |   Bhavnagarnews

વેધર રિપોર્ટર ¿ ભાવનગર | 22 જાન્યુઆરી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ભાવનગરના વાતાવરણમાં આજે સવારથી જ અચાનક જ પલટો આવ્યો હતો અને ગગનમાં વાદળો છવાયા હતા અને પવનની ઝડપ સામાન્ય કરતા વધી ગઈ હતી. આથી બપોરે મહત્તમ તાપમાનમાં 24 કલાકમાં 4.3 ડિગ્રી સેન્ટીગ્રેડના ઘટાડા સાથે તાપમાન 28 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.પોષ માસ અડધો વીતી ગયો છે ત્યારે સૌરાષ્ટ્રમાં માવઠું થાય તેવો માહોલ થઇ ગયો છે.

ભાવનગર શહેરમાં આજે સવારથી જ વાદળો છવાયા હતા જેથી આખો દિવસ સૂર્યપ્રકાશની આવન જાવન શરૂ રહી હતી. આથી બપોરે ગઇ કાલે મહત્તમ તાપમાન 32.3 ડિગ્રી સેન્ટીગ્રેડે ગરમીનો અનુભવ થયો હતો તે આજે વાદળછાયા વાતાવરણને લીધે એકાએક 4.3 ડિગ્રી ઘટીને 28 ડિગ્રી થઇ જતા ગરમી ગાયબ થઇ ગઇ હતી. સાથે પવનની સરેરાશ ઝડપ પણ વધીને આજે 24 કિલોમીટરની નોંધાઇ હતી. આથી સાંજના સમયથી ઠંડીની તીવ્રતા થોડી વધી હતી.શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 25 ટકા થઇ ગયેલું તે આજે માવઠાનો માહોલ છવાતા વધીને 46 ટકા થયું હતુ....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/8xSAqAAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬