[bhavnagar] - વળી પાછુ સીબીએસઇનું નડતર હવે ગુજકેટ 23મી એપ્રિલે લેવાશે

  |   Bhavnagarnews

એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 22 જાન્યુઆરી

આ વર્ષે ગુજકેટ વહેલી તો લેવાની જાહેર કરવામાં આવી પણ તેને સીબીએસઇની પરીક્ષામાં વારંવારના ફેરફારનું નડતર થતા વળી એક વખત ગુજકેટની કસોટી 23 એપ્રિલે ધકેલાઇ છે. અગાઉ 4 એપ્રિલે અને તેની પહેલા પ્રથમ વખત તો આ કસોટી લેવાની હતી. આમ, 30 માર્ચે ગુજકેટની કસોટી હતી હવે બે વખત મોડી ધકેલાતા 24 દિવસ મોડી થઇ આ કસોટી 23 એપ્રિલને મંગળવારે લેવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની કસોટી તા.30 માર્ચ,2019ના રોજ લેવાનારી હતી પણ આ દિવસે સીબીએસઇની પરીક્ષા જાહેર થઇ હોય હવે ગુજકેટની કસોટી 4 એપ્રિલને બદલે તા.23 એપ્રિલને મંગળવારના રોજ લેવામાં આવશે તેમ બોર્ડના પરીક્ષા વિભાગના નાયબ નિયામક મહેશ મહેતાએ જણાવ્યું છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી�ઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ (ગુજકેટ)-2019ની પરીક્ષા સૌ પ્રથમ જાહેર થયેલા કાર્યક્રમ પ્રમાણે 30 માર્ચ,2019ને શનિવારના રોજ લેવાની હતી. તા.30 માર્ચને શનિવારે સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા હોય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે અને તા.4 એપ્રિલ,2019ને ગુરૂવારે લેવાશે અને બાદમાં સીબીએસઇના પરીક્ષાના 11 જાન્યુઆરીને જાહેર કરેલા કાર્યક્રમમાં પુન: ફેરફારથી આ કસોટી તા.23 એપ્રિલને મંગળવારે લેવાશે જેની આચાર્યો, શિક્ષકો, વાલી�ઓ અને વિદ્યાર્થી�ઓને નોંધ લેવા બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/7RTv8QAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬