[gujarat] - ગુજરાત: દરિયાઇ સુરક્ષા માટે સાગર સુરક્ષા કવચ ઓપરેશનની જાણો વિગત

  |   Gujaratnews

મુંબઈ આતંકવાદી હુમલાની ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા સાગર સુરક્ષા કવચ હાથ ધરવામાં આવે છે. ગોહિલવાડને વિશાલ દરિયા કિનારો મળેલ હોય ભાવનગર, ઘોઘા, તળાજા, અલંગ, મહુવા પોલીસમથક નીચે આવતા દરિયા કિનારાનો વિસ્તાર તેમાંય ખાસ કરીને લેડિંગ પોઇન્ટ પર સુરક્ષા ગોઠવવામાં આવે છે.

એક પ્રકારના આ મોકડ્રીલ સમુ અભિયાન કહી શકાય. જોકે ખાટલે મોટી ખોટ એ છે કે અલંગને મરીન પોલીસ મથક તો ફળવવા આવેલ છે. પરંતુ દરિયામાં જઈને પેટ્રોલિંગ કરવા માટે બોટ નથી.

સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી મુંબઈ પર હુમલો કરનાર આતંકવાદી ઘુસ્યાની ઘટનાના પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાની અંદર અને બહાર કિનારાના ગામડાઓમાં સુરક્ષાના કારણો સર સમયાંતરે સાગર સુરક્ષા કવચ ઓપરેશન હાથ ધરે છે. ગોહિલવાડને પણ વિશાલ દરિયા કિનારો મળ્યો છે જેને લઈ સવારથી આ અભિયાન બે દિવસ માટે હાથ ધરવામાં આવ્યુ છે....

ફોટો - http://v.duta.us/7XM3vQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/iABB7wAA

📲 Get gujaratnews on Whatsapp 💬