[gujarat] - રાજકોટ: હનીટ્રેપમાં ફસાવી કરાઇ હત્યા, 3 આરોપીની ધરપકડ

  |   Gujaratnews

રાજકોટમાં હનિટ્રેપમાં કિરીટભાઈ મહેતાની હત્યા કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 2 મહિલા અને 1 યુવકે કિરીટભાઇને ફસાવ્યા હતા. આરોપીઓએ કિરીટભાઇની બિભત્સ ક્લિપ બનાવી હતી.

વીડિયો ઉતારાતા બોલાચાલી બાદ હત્યા થઇ હતી. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી પીએમની કાર્યવાહી હાથ કરી છે. પ્રાથમિક તપાસમાં બીક લાગવાને કારણે હત્યા થઇ હોવાનું અનુમાન છે.

અગાઉ CD કાંડમાં આવેલ યુવતીની ત્રણ સાગરીતો અને બે યુવાનોએ હત્યા કરી હોવાની પ્રાથમિક તાપસ પોલીસે હાથ ધરી છે.

હાલ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. જેમાં અપહરણ કરી માર મારતા એટેક આવ્યો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. હાલ પોલીસ દ્વારા પી.એમ માટેની કર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ફોટો - http://v.duta.us/lyrbxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/gueN5wAA

📲 Get gujaratnews on Whatsapp 💬