[gujarat] - 12 દિવસ પહેલાં જ નોકરીએ લાગેલો રત્નકલાકાર લાખોના હીરા ચોરી થયો છૂ

  |   Gujaratnews

કતારગામ ખાતે જેરામ મોરારની વાડીમાં આવેલા કારખાનામાંથી રત્નકલાકાર રૂ. 2.8 લાખના કાચા હીરા ચોરી ભાગી છૂટયો હતો. આ મામલે કતારગામ પોલીસે ગુનો નોંધી હીરા ચોરી ભાગેલા રત્નકલાકારની શોધખોળ શરૂ કરી છે.

મૂળ સુરેન્દ્રનગર, ચુડાના કંથારિયા ગામના વતની નરેન્દ્રભાઈ ઉર્ફે મેહુલ જેરામભાઈ બાપોદરિયા પરિવાર સાથે કોઝવે રોડ સ્થિત ભગુનગર સોસાયટીમાં રહે છે. તેમણેે છેલ્લા પાંચેક માસથી કતારગામ ખાતે જેરામ મોરારની વાડીમાં ચોથા માળે વિહત ડાયમંડ નામથી હીરાનું કારખાનું શરૃ કર્યું છે. દરમિયાન ગત તા. 21મીએ રાત્રી દરમિયાન સુરેશ હજુરસિંહ ઠાકોર (મૂળ રહે. મોટીભાખરગામ, તા. દાંતીવાડા, જિ. બનાસકાંઠા)નામનો કારીગર ચોરી કરી ભાગી ગયો હતો.

તેમના કારખાનામાં બે શિફ્ટમાં 14 કારીગર નોકરી કરે છે. કારખાનામાં રિપેરિંગ કામ માટે આવતા પરિચિતની ભલામણથી સુરેશ ૧૨ દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો. ત્યારબાદ ગત તા. 21મીએ તેની નાઈટ શિફ્ટ હતી. નાઈટ શિફ્ટમાં વહેલી સવારે કારીગરો સૂઈ જતા હોય છે, તે સમયે મનસુખ નામના કારીગરને સુરેશ દેખાયો નહોતો. તેની આમતેમ શોધખોળ કર્યા પછી પણ ભાળ નહીં મળતા નરેન્દ્રભાઈને સુરેશના ગાયબ થવા બાબતે જાણ કરવામાં આવી હતી, જેને પગલે તેઓ કારખાને દોડી આવ્યાં હતા....

ફોટો - http://v.duta.us/VV-nZgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/4wdiOgAA

📲 Get gujaratnews on Whatsapp 💬