[himatnagar] - પ્રાંતિજના નવાબાકલપુરમાં પાંચ ટ્રેક્ટરમાંથી પાંચ બેટરીની ચોરી

  |   Himatnagarnews

પ્રાંતિજ તાલુકાના નવા બાકલપુર ખાતે ઘર આગળ પાર્ક કરેલ ટ્રેકટરોમાંથી પાંચ બેટરીઓની ચોરી થતાં ટ્રેક્ટરો માલિક દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. છેલ્લા એક મહિનાથી તાલુકાના વિવિધ ગામોમાં બેટરીઓની ચોરી થઇ રહી છે.

પ્રાંતિજના નવાબાકલપુર ખાતે પણ ગઇ રાત્રિએ પટેલ ફળીયામાંથી ઘર આગળ પાર્ક કરેલ પાંચ ટ્રેકટરો માંથી બેટરીઓની ચોરી કરી લઇ જતાં ટ્રેકટરો માલિકોઅે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. એક મહિનામાં સલાલ, વદરાડ, નવાબાકલપુર સહિતના વિસ્તારોમાંથી ટ્રેકટરોની બેટરીઓ ચોરતી ગેંગ સક્રિય થઈ છે. ત્યારે હાલતો પ્રાંતિજ પોલીસ જાણે કુંભ કર્ણ નિદ્રામાં હોય તેવું જણાઇ આવે છે. ગ્રામજનો દ્વારા રાત્રીનુ પોલીસ પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

ફોટો - http://v.duta.us/CivoRwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/wQg1GAAA

📲 Get Himatnagar News on Whatsapp 💬