[himatnagar] - મોયદ પ્રા.શાળામાં પ્રવેશદ્વાર તથા પરબનું ઉદ્ધાટન

  |   Himatnagarnews

પ્રાંતિજ | પ્રાંતિજ તાલુકાના મોયદ ખાતે આવેલ પ્રાથમિક શાળાનો પ્રવેશદ્વાર તથા પાણીની પરબનુ લોકાર્પણ સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જયેશભાઇ પટેલ હસ્તે યોજાયું હતું. પ્રાંતિજ ના મોયદ ખાતે આવેલ મોયદ જુથ શાળાનો સૌજન્ય સ્વ. ચંપાબેન ડાહ્યાભાઇ પટેલ હસ્તે બળવંત ભાઇ ડાહ્યાભાઇ પટેલ પ્રવેશદ્વાર જ્ઞાન સરોવર તથા શાળામાં અભ્યાસ કરતાં બાળકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે પરબ ના દાંતા જયંતિભાઇ એન.પટેલ ના સહિયોગથી બનાવવામાં આવેલ પાણીની પરબનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા પ્રમુખ બેચરસિંહ રાઠોડ, તાલુકા અધ્યક્ષ કૌશિકભાઇ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ટી.કે.વાઘેલા, કાળુસિંહ ચૌહાણ, પ્રવેશદ્વારના દાંતા બળવંત ભાઇ પટેલ, પાણીની પરબના દાંતા જયંતિભાઇ પટેલ સહિત ગામના આગેવાનો વાલીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાના આચાર્ય અજયભાઇ પટેલ તથા શાળા વ્યવસ્થાપક સમિતિ અને મોયદ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન શૈલેષભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. તસવીર-કાળુસિંહ રાઠોડ

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ULHhtwAA

📲 Get Himatnagar News on Whatsapp 💬