[jamnagar] - જામનગરમાંથી મળી અાવેલ બાળકનું પરિવાર સાથે પુન: મિલન

  |   Jamnagarnews

જામનગરમાં બાળક વિખુટો પડી જતાં એક જાગૃત નાગરીક દ્વારા જાણ કરાતા બાળ સરક્ષણ ગૃહમાં તા. 13ના 10 વર્ષીય બાળકને લીગલ સર્વિસ ઓથોરીટીના સેક્રેટરીના માર્ગદર્શન હેઠળ મુકી જવામાં આવ્યો હતો, આ બાળકને બાળ કલ્યાણ સમિતિનો આદેશ મેળવીને સંસ્થામાં રાખવામાં આવ્યો હતો, બાળકનું પ્રાથમિક કાઉન્સેલિંગ કરતા અલગ-અલગ સ્થાન રહેતા હોવાની માહિતી આપી હતી. જેના આધારે તંત્ર દ્વારા પરિવારનો સંપર્ક કરી બાળકનું પુન:મિલન કરાવવામાં સફળતા મળી હતી.

િજલ્લા બાળ સુરક્ષા એકમમાં 10 વર્ષીય બાળક પરીવારથી વિખુટો પડી જતાં તેની પુછપરછમાં સુરતના કામરેજ વિસ્તાર, જુનાગઢના મેંદરડા તાલુકામાં, ગીર સોમનાથના કોડીનાર િજલ્લાના ઘાટવડ, રાજકોટમાં, ચોટીલામાં પરિવાર સાથે રહેતો હેાવાની માહિતી આપી હતી. માહિતીના આધારે બાળ સંરક્ષણ ગૃહના યશદીપસિંહ આર. જાડેજા દ્વારા િજલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ. સી. પોરેચના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી ઘાટવડમાં 4 વર્ષ પહેલા પરીવાર ખેત મજૂરી કરતો હોવાનું સામે આવતા અલગ-અલગ વિભાગની મદદથી પિતાનો ટેલિફોનીક સંપર્ક કરાયો હતો અને માતા-પિતા ચોટીલા આવ્યા હોવાનું સામે આવતા તંત્ર દ્વારા બાળક જામનગર હોવાનું જણાવતા માતા-પિતા બાળકને લેવા આધાર પુરાવા સાથે બાળ સંભાળ ગૃહમાં તા. 21ના આવતા બાળકનું પરીવાર સાથે પુન :મિલન કરાવવામાં સફળ મળી હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/1u4H6QAA

📲 Get Jamnagar News on Whatsapp 💬