[jamnagar] - જામનગર ન્યૂઝ પેપર મંડળ દ્વારા શ્રીનાથજી પ્રવાસ

  |   Jamnagarnews

વર્ષના 360 દિવસ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ કામ કરતા જામનગરના ન્યૂઝ પેપર વિતરકો દર વર્ષે માત્ર એક જ વખત તા. 26 જાન્યુ.ના પ્રવાસનું આયોજન કરતા હોય છે. જેના ભાગરૂપે આ વર્ષે શ્રીનાથજી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરમાં ન્યૂઝ પેપર વિતરકોની એકમાત્ર સંસ્થા જામનગર ન્યૂઝ પેપર વિતરક મંડળ દ્વારા તા. 26ના શ્રીનાથી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સાંજે 6 વાગ્યે શહેરના ત્રણબતી ચોક હનુમાન મંદિર પાસેથી બસ રવાના થઇ શ્રીનાથજી પહોચશે તો વહેલા તે પહેલાના ધોરણે સંખ્યા લેવાની હોવાથી પ્રવાસમાં જોડાવવા માંગતા મંડળના સભ્યોએ, હોદેદારો પ્રમુખ એલ.પી. જાડેજા, ઉપપ્રમુખ દિનેશ ચોખલીયા, મંત્રી સુરેશ રૂપારેલ, ખજાનચી મનોજભાઇ ચૌહાણ, કારોબારી સભ્ય દિલાવરખાન બ્લોચ, પૂર્વ પ્રમુખ કે.પી. જાડેજાનો સંપર્ક કરવા જણાવાયું છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/oqEOFAAA

📲 Get Jamnagar News on Whatsapp 💬