[jamnagar] - જાયન્ટ્સ ગ્રૂપ દ્વારા પતંગ, લાડુ, કપડાં, મીઠાઈનું વિતરણ

  |   Jamnagarnews

જામનગર : શહેરના જાયન્ટ્સ ગ્રુપ (સુપર) દ્વારા જિલ્લા ક્ષય નિવારણ હેતુના સહયોગથી મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે સાત રસ્તા સર્કલ પાસે બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગરીબોના રહેઠાણોમાં પતંગ, મમરાના લાડુ, કપડાનું વિતરણ, પાંજળાપોળમાં ગાયોને લાડુ, ગોળ, ઘાસ તથા ગંગા માતા ટ્રસ્ટમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રદીપભાઈ મજીઠિયા, જયેશભાઈ પૂરોહિત, વિનુભાઈ ટંકારિયા, નરેન્દ્રભાઈ ત્રિવેદી, કાંતિભાઈ ભટ્ટ તથા જીતેન્દ્રભાઈ જોષીએ જવાબદારી સંભાળી હતી. જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્રના હાર્દિક પૂરોહિત, ચીરાગ પરમાર, નિલેશ મહેતા, ગ્રુપના વાસુદેવભાઈ ડોલર, ડી.એફ. દિલીપભાઈ નિર્મલ, જોઈન્ટ ડી.એ. જીતેન્દ્રભાઈ, ઉપેનભાઈ વ્યાસ, પ્રફુુલભાઈ મણિયાર, દિપકભાઈ ઝવેરી, ભાષાબેન ઝવેરી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/x24kOAAA

📲 Get Jamnagar News on Whatsapp 💬