[navsari] - એકલવ્ય મોડેલ સ્કૂલનાં વિદ્યાર્થીઓ કરાટે સ્પર્ધામાં ઝળક્યા

  |   Navsarinews

સાપુતારા | ભારત સરકારનાં ટ્રાયબલ વેલ્ફેર વિભાગ દ્વારા આયોજીત રમતોત્સવમાં ડાંગ જિલ્લાની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલ આહવાનાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતોની સ્પર્ધામાં ગોલ્ડ સહિત સિલ્વર મેડલો મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યુ હતું. ભારત સરકારનાં ટ્રાયબલ વેલ્ફેર વિભાગનાં નેજા હેઠળ ગત 14.1.2019 થી 17.1.2019 સુધી તેલંગણા રાજ્યનાં હૈદરાબાદ ખાતે રમતોત્સવ યોજાયો હતો. જેમાં 20 જેટલા રાજ્યોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અહીં હેદરાબાદનાં જીએમસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ રમતોત્સવમાં ગુજરાત રાજ્યની આદિજાતી વિકાસ વિભાગ ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરી રહેલ એકલવ્ય મોડેલ સ્કુલ આહવાનાં વિદ્યાર્થીઓએ પોતાનું કૌશલ્ય સિધ્ધ કરી બતાવ્યું હતું. અહીં કરાટેની સ્પર્ધામાં આહવા એકલવ્યનાં વિદ્યાર્થીઓને 3 ગોલ્ડ મેડલ, ચાર સિલ્વર મેડલ, મળ્યા હતાં. જ્યારે ખોખોની રમતમાં બીજો ક્રમ આવતા સિલ્વર મેડલ મળ્યો હતો....

ફોટો - http://v.duta.us/ZQ-NrwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/UzFlQAAA

📲 Get Navsari News on Whatsapp 💬