[navsari] - ખેરગામ તાલુકાના ગૌરી ગામે ચાર રસ્તાના ખાતમુહૂર્તથી ગ્રામજનોમાં ખુશીની લહેર

  |   Navsarinews

ખેરગામ તાલુકામાં સંપૂર્ણ આદિવાસી લોકોની વસ્તી ધરાવતા ગૌરી ગામમાં ચાર જેટલા રસ્તાના ખાતમુહૂર્ત થતા આ વિભાગની જનતામાં આનંદની લહેર પ્રસરી ગઈ છે. અંદાજિત 7 લાખ રૂપિયાના ખર્ચે ચાર રસ્તા ડામરના બનાવવાનું આયોજન હાથ ધરાયું છે.

ડેબરપાડા મુખ્ય રસ્તાથી રાનપાડા દિલીપભાઈના ઘર સુધીનો લગભગ 300 મીટરનો રસ્તો બનાવવામાં આવશે. ખેરગામ જામનપાડા મુખ્ય રસ્તાથી મોહન ચુનીલાલના ઘર તરફનો માર્ગ તેમજ ગૌરી ખેરગામ મુખ્ય રસ્તાથી કરસન જીવલાના ઘર તરફનો રસ્તો અને રાનપાડા મુખ્ય રસ્તાથી રાજેશ બરજુલના ઘર સુધીના રસ્તો આ તમામ રસ્તાનું ખાતમુહૂર્ત તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન નાયક,જિ. પં. સભ્ય ગુણવંતીબેન પટેલ, વડપાડા માજી સરપંચ વિજય નાયક, ગૌરી ગામના સરપંચ છાયાબેન પટેલ, પ્રકાશભાઈ પટેલ, જામનપાડા સરપંચ અમિત પટેલ સહિત ગ્રામજનો અને પંચાયત સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

ફોટો - http://v.duta.us/Ib46ZwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/dNLkkwAA

📲 Get Navsari News on Whatsapp 💬