[navsari] - સાપુતારામાં શીતલહેરનું જોર વધતા શાકભાજીમાં જીવાત પડવાની આશંકા

  |   Navsarinews

ગીરીમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં મંગળવારે વાતાવરણમાં આવેલા એકાએક પલ્ટાથી વહેલી સવારે ગીરીકંદરા ગાઢ ધુમ્મસીયા આગોસમાં આવી જતાં સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી જતાં દિવસભર ઠંડીનાં ચમકારાથી જનજીવન અસ્ત વ્યસ્ત થયું હતું.

સાપુતારા ખાતે વાતાવરણમાં થયેલા બદલાવથી વહેલી સવારથી સુર્યોદય સુધી ગીરીકંદરાઓ ગાઢ ધુમ્મસીયા ચાદર પથરાતાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. સુર્યનારાયણ સંતાકુકડી રમતા હોય ઠંડીનાં ચમકારાથી પ્રવાસીઓ ઠુઠવાતા નજરે ચડ્યા હતાં. બદલાવનાં કારણે શાકભાજી, સ્ટ્રોબેરી પકવતા ખેડૂતોનાં જીવ પડીકે બંધાયા હતાં. શાકભાજી અને સ્ટ્રોબેરીમાં જીવાત પડવાની દહેશત વર્તાઇ રહી હતી. તેમજ આંબાવાડી ધરાવતા ખેડૂતોનાં આંબાઓ મોરથી ઝૂમી ઉઠ્યા હોય વાદળ-ધુમ્મસથી મંજરી ખરી પડવાની શક્યતાથી ચિંતાના વાદળો ઘેરાયા હતા....

ફોટો - http://v.duta.us/1FLncAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/dRtWhwAA

📲 Get Navsari News on Whatsapp 💬