[palanpur] - પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મંગળવારે સખી વન સ્ટોપ સેન્ટર ખુલ્લું

  |   Palanpurnews

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મંગળવારે સખી વન સ્ટોપ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું.જેમાં પીડિત મહિલાઓને કાઉન્સેલિંગ દ્વારા સમાધાન કરવા માટે અહીંયા પાંચ દિવસ સુધી રહેવા જમવાની તમામ સુવિધાઓ આપવામાં આવશે.

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મંગળવારે સવારે સખી વન સ્ટોપ સેન્ટરનું ઉદઘાટન થયું હતું.જેમાં હિંસાથી પીડિત મહિલાઓને તમામ સમસ્યાના સમાધાન માટે આ સેન્ટર ખુલ્લું મુકાયું હતું.આ વન સ્ટોપ સેન્ટરમાં પીડિત મહિલાઓને પાંચ દિવસ સુધી રહેવાની જમવાની તેમજ કપડાં સુધીની વ્યવસ્થા આ સેન્ટર દ્વારા ઉપલબ્ધ કરાશે.જેમાં કાયદાકીય સહાય,તબીબી સહાય,આશ્રય,પોલીસ સહાય, કાઉન્સિલિંગ માર્ગદર્શન જેવી તમામ જરૂરી સુવિધાઓ અપાશે.અત્યાર સુધી જિલ્લામાં કોઇપણ સેન્ટરમાં આવી સુવિધાઓ ઉપલબ્ધ ન હતી.જેને લઈને પીડિત મહિલાઓને મહિલા અભયમની ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરી સમાધાન કરાતું હતું.જોકે તેમાં પણ પોલીસ ફરિયાદ કરવાની પણ નોબત આવતી હતી જોકે આ સેન્ટર ખુલ્લું મુકાતા પીડિત મહિલાઓને પાંચ દિવસ સુધી 181ની અભ્યમ ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી સમાધાનની પ્રક્રિયા હાથ ધરાશે.જેને લઈને આ સેન્ટર પીડિત મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે.આ સેન્ટરનુ સંચાલન મહીલા પ્રગતિ ટ્રસ્ટ દ્વારા કરવામા આવશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HM0f8AAA

📲 Get Palanpur News on Whatsapp 💬