[palanpur] - રાસાયણિક ખાતરનો ઔદ્યોગિક ઉપયોગ કરવા પર તવાઇ આવશે

  |   Palanpurnews

રાજ્યમાં કૃષિ અને બાગાયત પાકના વાવેતરમાં અને તેના વિસ્તારમાં વધારો થવાના પરિણામે સારી ઉપજ માટે રાસાયણિક ખાતરના વપરાશમાં પણ મોટો વધારો થયો છે. ત્યારે સરકારના ધ્યાન પર એ વાત આવી છે કે સબસીડાઇઝ એવા નિમ કોટેડ રાસાયણિક ખાતરનો ખેતીમાં ઉપયોગની સાથે અન્ય ઉદ્યોગોમાં પણ વપરાશ કરાઇ રહ્યો હોઇ સરકારને સબસીડીની રકમની બોજ પડે છે. આથી આવો ગેરઉપયોગ અટકાવવા રાજ્ય કક્ષાની ફ્લાઇંગ સ્કવોડની રચના કરી ઔદ્યોગિક એકમો પર દરોડા પાડવા કૃષિ વિભાગ દ્વારા તૈયારી કરાઇ છે.

સબસીડાઇઝ રાસાયણિક ખાતરનાં ઔદ્યોગિક ઉપયોગ સંબંધી માહિતી મળતાં કાયદેસર કાર્યવાહી કરવા ત્રણ મહિનાથી કવાયત કરાઇ રહી હતી. રાજ્યના કૃષિ અને બાગાયત વિભાગ દ્વારા આ સંબંધે કરાયેલી દરખાસ્તને કૃષિમંત્રીએ મંજૂરીની મહોર મારી દેતાં આખરે રાજ્યકક્ષાની ફ્લાઇંગ સ્કવોડની રચના કરી દેવાઇ છે. તેમાં દરેકમાં સંયુક્ત ખેતી નિયામક, બે નાયબ ખેતી નિયામક, મદદનીશ ખેતી નિયામક અને ખેતી અધિકારીનો સમાવેશ કરાયો છે. આ ફ્લાઇંગ સ્કવોડમાં ખેતી, ખાતર, બીજ, કાયદો, જમીન વિકાસ, આયોજન, જંતુનાશક, ગુણવતા સહિતની બાબતોના નિષ્ણાતોને સમાવવામાં આવ્યા છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/G8vMFQAA

📲 Get Palanpur News on Whatsapp 💬