[palanpur] - વાવ તાલુકાના ચોથારનેસડા ગામે આવેલા ટડાવ આરોગ્ય કેન્દ્રનું પેટા

  |   Palanpurnews

વાવ તાલુકાના ચોથારનેસડા ગામે આવેલા ટડાવ આરોગ્ય કેન્દ્રનું પેટા કેન્દ્ર આવેલુ છે.જેના મકાનના કામનું હાલ સમારકામ ચાલી રહ્યું છે જે કામમાં ગેરરીતિઓ આચરાઈ હોઈ ઉચ્ચ સ્તરે રજુઆત કરાઈ હતી.

ચોથારનેસડા ગ્રામપંચાયતના પાંચ સભ્યો દ્રારા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે.જેમાં જણાવ્યું હતું કે અમારા ગામે પેટા આરોગ્ય કેન્દ્રના મકાનનું સમારકામ ચાલી રહ્યું છે.જેમાં કોન્ટ્રાકટર દ્રારા હલકા મટરીયલનો ઉપયોગ કરી હલકી ગુણવતા વાળું કામ કરી રહ્યો છે.પંદર દિવસમાં દીવાલોમાં તિરાડો પડી જવા પામી છે.કોન્ટ્રાક્ટરને મૌખિક રજુઆત કરવા છતાં પિલ્લરનું કામ હલકું કરી દીધેલુ હોઈ તેનું પેમેન્ટ અટકાવી સારું કામ કરે તેવી માંગ કરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/cbwpAgAA

📲 Get Palanpur News on Whatsapp 💬