[porbandar] - પોરબંદરમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચ અંતર્ગત સઘન ચેકિંગ હાથ ધરાયું

  |   Porbandarnews

મુંબઈમાં તાજ હોટેલ પર થયેલ આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા દેશની દરિયાઈ સુરક્ષાને લઈને મહત્વના નિર્ણય લેવાયા છે.

દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓની સતર્કતા ચકાસવા તેમજ એકબીજા વચ્ચે સંકલન જળવાઈ રહે અને એકબીજાની કાર્યપદ્ધતિથી પરિચીત થાય તે માટે ઓપરેશન સાગર સુરક્ષા કવચનું આયોજન કરાય છે ત્યારે પોરબંદરથી મીયાણી સુધીના 110 કિલોમીટરના દરિયાકાંઠે વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન જળવાઈ રહે તેવા આશયથી તેમજ એકબીજી એજન્સીઓના કામમાં મદદરૂપ બનવા માટે 2 દિવસ સુધી સાગર સુરક્ષા કવચ ઓપરેશનનું આયોજન કરાયું હતું. પોરબંદરના દરિયા કિનારાના માર્ગ પરથી પસાર થતા વાહનો તેમજ બંદરો પર બોટોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તસ્વીર-રામ મોઢવાડીયા

દરિયાઈ પટ્ટીના ગામોમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ...

ફોટો - http://v.duta.us/szJkMQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/bsm64QAA

📲 Get Porbandar News on Whatsapp 💬