[porbandar] - સુદામા મંદિર વિશ્રામ ગૃહ વિહોણું, વિદેશથી આવતા પર્યટકોને હાલાકી

  |   Porbandarnews

પોરબંદરના સામાજીક કાર્યકર રસિક પઢીયારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી એવી રજૂઆત કરી હતી કે સુદામાનગરીનું નામ વિશ્વવિખ્યાત છે. દેશભરના વિવિધ રાજ્યો તેમજ વિદેશમાંથી પણ અહીં પર્યટકો ઉમટી પડે છે. ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીની કર્મભૂમિ અને પૂ. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં આવતા પ્રવાસીઓ માટે વિશ્રામ ગૃહની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી જેને કારણે પર્યટકો અહીં રાત્રીરોકાણ કરી શકતા નથી. સુદામાજીના મંદિરમાં જુની ઘી ગ્રેડીંગ લેબોરેટરીનું બિલ્ડીંગ છે જે ઘણાં વર્ષોથી જર્જરીત હાલતમાં છે. આ બિલ્ડીંગનું નવનિર્માણ કરીને 3 માળની ઈમારત બનાવાય તો અહીં આવતા પર્યટકો લાભ લઈ શકે. વધુમાં એવું પણ જણાવ્યું હતું કે પોરબંદર શહેરમાં આવેલ એસ.ટી. બસ ડેપો, પાર્ટી પ્લોટ તથા યોગ્ય સ્થળે વિશ્રામ ગૃહની સુવિધા કરવી આવશ્યક બની છે. આ અંગે અનેક વખત વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓએ રજૂઆત કરી છે. છતાં પણ આજ દિવસ સુધી વિશ્રામ ગૃહ બનાવવા બાબતે કોઈ પ્રકારની વિચારણા થઈ નથી જેથી તાત્કાલીક ધોરણે યોગ્ય કરાય તેવી માંગ કરાઈ હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PGYILgAA

📲 Get Porbandar News on Whatsapp 💬