[porbandar] - 140 થી વધુ સામાજીક સંસ્થાઓ પૈકી 38 સંસ્થાઓનો અભિવાદન સમારોહ યોજાયો

  |   Porbandarnews

પોરબંદરમાં 3 સંસ્થાના સહયોગથી 140 થી વધુ સામાજીક સંસ્થાઓ પૈકી 38 સંસ્થાઓના સેવાભાવીઓના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વક્તાઓએ એવું જણાવ્યું હતું કે પોરબંદરમાં અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અવિરતપણે કરવામાં આવી રહી છે. પોરબંદર શહેર ખૂબ જ નાનું શહેર છે પરંતુ મોટા શહેરની સરખામણીમાં પોરબંદર શહેરમાં અનેકગણી વધુ સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. કોઈપણ નાત-જાતના ભેદભાવ રાખ્યા વગર સેવાકીય પ્રવૃત્તિ કરતા સેવાભાવિઓનું બહુમાન કરાયું હતું. વલ્લભપ્રભુ સત્સંગ મંડળ, સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ અને શારદા નંદલાલ શાહ કલ્યાણનિધીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 38 જેટલી વિનામૂલ્યે માનવસેવા કરતી સેવાભાવી સંસ્થાઓને બિરદાવવામાં આવી હતી. પોષીપૂનમના દિવસે શારદા નંદલાલ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 108 વસંતકુમાર મહારાજ, 108 જયવલ્લભલાલજી સહિતના સંતો-મહન્તો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય સંસ્થાઓ તરફથી સેવાકીય પ્રવૃત્તિ યોજતા સેવાભાવીઓને મોમેન્ટ, શિલ્ડ અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ડો. સુરેખાબેન શાહ, ઈતિહાસવિદ નરોત્તમ પલાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ldCtcwAA

📲 Get Porbandar News on Whatsapp 💬