[rajkot] - કોડીનારના માઢવડ ગામે શિક્ષકો ધો.1ના છાત્રોને શાળામાં જ પૂરી જતા રહ્યા

  |   Rajkotnews

કોડીનાર: કોડીનાર તાલુકાની માઢવાડ પ્રાથમિક શાળામાં 21 જાન્યુઆરીનાં રોજ સાંજે 5 વાગ્યે પહેલા ધોરણનાં બાળકો હજુ રૂમમાં હતા અને શાળાનાં શિક્ષકો રૂમમાં તાળું મારી ચાલ્યા ગયા હતા. રૂમમાં બાળકો હજુ છે કે નહીં એ જોવાની તસ્દી સુદ્ધાં ન લીધી. બાદમાં રૂમમાં પૂરાઇ ગયેલા બાળકોએ દેકારો કરતાં શાળા પાસેથી પસાર થતી મહિલાઓએ અવાજ સાંભળી તપાસ કરતાં બાળકો રૂમમાં પૂરાયેલા નજરે ચઢ્યા હતા.

રોષે ભરાયેલા લોકોએ બીજા દિવસે બાળકોને શાળાએ ન મોકલ્યા

મહિલાઓએ ગામમાં બધાને જાણ કરતાં ગામલોકો ભેગા થઇ ગયા હતા. અને રૂમની બારીનાં સળિયા તોડી બાળકોને બહાર કાઢ્યા હતા. દરમિયાન રોષે ભરાયેલા લોકોએ બીજા દિવસે બાળકોને શાળાએ જ નહોતા મોકલ્યા. શિક્ષકો સાથે વાતચીત કરી શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી. દરમિયાન માઢવાડનાં ગ્રામજનોએ મિટિંગ બોલાવી હતી.

ફોટો - http://v.duta.us/hj3QsQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/4qKDswAA

📲 Get Rajkot News on Whatsapp 💬