[rajkot] - વીજ વિતરણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ બદલ PGVCLને એવોર્ડ

  |   Rajkotnews

પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ ગુજરાતને સીબીઆઈપી એવોર્ડ-2019માં વીજ વિતરણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પર્ફોર્મિંગ પાવર ડિસ્ટ્રિબ્યૂશન યુટિલિટી માટે પ્રશંસા એવોર્ડ માટે પસંદગી કરાઇ છે. વિવિધ ટેક્નોલોજીને અપગ્રેડેશન દ્વારા વીજ પુરવઠો પૂરો પાડીને તેમજ ઉપલબ્ધ સંસાધનોના ઓપ્ટિમાઈઝેશન દ્વારા ઔદ્યોગિક અને એકંદર આર્થિક વિકાસ માટે ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષીને રાષ્ટ્ર માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. સીબીઆઈપી એવોર્ડ-2019 પુરસ્કાર જે.જે. ગાંધી, ચીફ એન્જિનિયર (ટેક) દ્વારા કન્વેન્શન સેન્ટર, નવી દિલ્હીમાં સમારંભ દરમિયાન એનાયત કરાયો હતો. PGVCL એ કંપની એક્ટ 1956ની જોગવાઈઓ અનુસાર જીયુવીએનએલની સહાયક કંપની છે. જે રાજ્યના પશ્ચિમ વિસ્તારોમાં વીજળી વિતરણના વ્યવસાયમાં સંકળાયેલી છે. કંપનીનું ક્ષેત્રફળ આશરે એક લાખ ચો. કિ.મી હોવા છતાં પીજીવીસીએલએ ઉત્તમ પરિમાણ પ્રાપ્ત કર્યું છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/bnjdDgAA

📲 Get Rajkot News on Whatsapp 💬