[vadodara] - ભાયલીના રોડ પર ખાળકૂવાની ગંદકી રેલાઇ: રોગચાળાની ભીતિ

  |   Vadodaranews

ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

શહેરના સીમાડે આવેલા ભાયલી ખાતે વૈભવી આવાસો આવેલા છે . પરંતુ ત્યાં રહેતા અને પસાર થતા લોકોની હાલત દયનીય થઇ રહી છે. વુડા અંતર્ગત આવતા આ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નથી. ખાળકૂવામાંથી ઉભરાતાં પાણી આ વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ ખડો કરે છે. રાહદારી અને વાહન ચાલકોએ આ ગટર ગંગામાંથી પસાર થવું પડે છે. સાથે રોગચાળાની ભીતિથી નાગરિકો ફફડી રહ્યા છે.

વુડા અંતર્ગત આવતા ભાયલી સ્મશાનથી શ્યામલ આર્કેડ જવાના રોડ પર છેલ્લા કેટલાક દિવસથી ગટરનાં પાણીએ રોડ પર કબજો જમાવીને ગંદકીનું સામ્રાજ્ય ખડું કર્યું છે. સ્વચ્છ ભારત મિશનની મજાક ઉડાવાતી હોય તેવો માહોલ છે ત્યારે આ કામગીરી કરવાની જવાબદારી સ્થાનિક બિલ્ડર અને રહેતા લોકોની હોવાનું વુડા દ્વારા જાણવા મળ્યું છે. સાથે આવી પરિસ્થિતિમાં સફાઇ અંગે નોટિસ આપવાની જવાબદારી ગ્રામ્ય સરપંચની હોવાનું જાણવા મળ્યું હતું. જવાબદારી અને ફરજની વાતો વચ્ચે ગંદકીથી રોગચાળો થવાની ભીતિ છે. છેલ્લા ચાર મહિનાથી પાણી ઉભરાતું હોવાની સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો....

ફોટો - http://v.duta.us/S1kzrgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/4LcM9gAA

📲 Get Vadodara News on Whatsapp 💬