[vadodara] - માંજલપુરમાં વધુ એક ઓવર બ્રિજ બનાવવા સામે મોરચો

  |   Vadodaranews

માંજલપુર દરબાર ચોકડીથી કલાલી થઇને અટલાદરાને જોડતા માર્ગ પર આવેલ રેલવે ફાટક પર રેલવે ઓવરબ્રિજ બનાવવાનો માંજલપુર વેસ્ટ ઝોન ફેડરેશને વિરોધ નોંધાવ્યો છે અને બજેટના બે દિવસ પહેલાં પાલિકામાં મોરચો કાઢી મ્યુ.કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. જોકે, આ બ્રિજ માટે રેલવે તરફથી 50 ટકા ખર્ચ આપવામાં આવનાર હોવાથી તેના માટે સરવે અને ડીપીઆર બનાવવા માટે બજેટમાં જોગવાઇ કરવાનો હઠાગ્રહ રાખવામાં આવ્યો હોવાની વિગત પ્રકાશમાં આવી છે.

શહેરના દક્ષિણ વિસ્તારના માંજલપુરમાંથી કલાલી-અટલાદરા તરફ જવા માટે 2012માં 13 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વામિત્રી નદી પર બ્રિજ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી. આ બ્રિજ 2014માં તૈયાર થયો હતો અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે લોકાર્પણ કરાયો હતો. પરંતુ, આ લોકાર્પણના અઠવાડિયામાં જ ભારે વરસાદના કારણે નવા નક્કોર બ્રિજના એપ્રોચનું ધોવાણ થઇ ગયું હતું અને તે ટાણે જંગલમાં બ્રિજ બન્યો હોવાનો ભાંડો ફૂટ્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/w4vodAAA

📲 Get Vadodara News on Whatsapp 💬