[vadodara] - લોપા દવેના મિલકત કૌભાંડમાં સબ રજિસ્ટ્રાર ભેદીની ધરપકડ

  |   Vadodaranews

વડોદરા. એનઆરઆઇ લોપા દવેની જૂના પાદરા રોડ પરની હરિભક્તિ એક્સટેન્શનની રૂા. 16 કરોડની ઓફિસનો બોગસ પાવર ઓફ એટર્નીથી 72 લાખમાં દસ્તાવેજ થઇ ગયો હતો. આ પ્રકરણમાં અકોટા સબ રજિસ્ટાર કચેરીના વર્ગ -3 શંકરભાઇ ભૂડાભાઇ ભેદી ( રહે. વ્રજધામ સોસાયટી, ગોધરા, મૂળ રહે. મોરા ગામ, પંચમહાલ) એ પાવર ઓફ એટર્નીના પાના બદલ્યા હતાં. ગત 26 નવેમ્બરે કચેરી સમય બાદ ગાંધીનગરથી ઓટીપી મંગાવી જમીન માફિયાઓને ગુનાઇત મદદગારી કરી હતી. તપાસમાં તેની સંડોવણી બહાર આવતા 30 દિવસની રજા પર ઉતરી ગયો હતો. આગોતરા જામીન અરજી પણ તેણે કોર્ટમાંથી પરત ખેંચી પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, ભેદી ગોલ્ડન ચોકડી પાસે મોઢા પર રૂમાલ બાંધીને ચાલતો જતા તેને પકડી લેવાયો હતો. ભેદીની ધરપકડ બાદ ધર્મવીર જાડેજા પણ સરેન્ડર કરે તેવી સંભાવના જણાઇ રહી છે....

ફોટો - http://v.duta.us/H-ZmGgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/1jVE4AAA

📲 Get Vadodara News on Whatsapp 💬