બહેનને મારી નાંખવાની ધમકી આપી 20 વર્ષીય યુવતી પર ડ્રાઇવરે દુષ્કર્મ આચર્યું

  |   Gujaratnews

અડાજણના એસએમસી આવાસમાં રહેતા ડ્રાઇવરે બહેનને મારી નાંખવાની ધમકી આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. બે મિત્રોએ તલવારની અણીએ ડરાવ્યા-ધમકાવ્યા બાદ ડ્રાઇવરે બળાત્કાર ગુજારતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણ અડાજણમાં ટ્રોમા સેન્ટરની પાછળ એમએમસી આવાસમાં રહેતો મુકેશ જાદવ ડ્રાઇવિંગ કામ કરે છે. ગત તા.13મીએ બપોરે મુકેશે આવાસમાં જ રહેતી 20 વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. મુકેશે પીડિતાને "જો તુ મારી સાથે નહિ આવે તો હું તારી બહેનને જાનથી મારી નાંખીશ" એવી ધમકી આપી બળજબરી કરી દુષ્કર્મ આચર્યુ હતુ.

પીડિતાએ પોલીસને જણાવ્યા પ્રમાણે મુકેશના બે મિત્રોએ તલવાર બતાવી તેણીને ડરાવી-ધમકાવી હતી અને ત્યારબાદ મુકેશે તેણીની સાથે કુકર્મ કર્યુ હતુ. બનાવ અંગે પીડિતાએ ફરિયાદ આપતા અડાજણ પોલીસે મુકેશ જાદવ સામે બળાત્કાર અને ધાક-ધમકીનો ગુનો નોંધ્યો હતો. પોલીસે પીડિતાનું હોસ્પિટલમાં તબીબી પરિક્ષણ કરાવ્યું હતુ. દરમિયાન સોમવારે સાંજે અડાજણ પોલીસે મુકેશ જાદવને ઊંચકી પણ લાવી હતી. વધુ તપાસ પીએસઆઇ એસ.વી.ચૌધરી તલાવી રહ્યા છે....

ફોટો - http://v.duta.us/mmCihAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/Eqzv4AAA

📲 Get gujaratnews on Whatsapp 💬