અમદાવાદ / 5થી વધુ ઇ મેમોનો દંડ નથી ભર્યો તો હવે લાયસન્સ અને Rc બુક રદ કરી દેવાશે, 1400 લોકોને નોટિસ અપાશે

  |   Ahmedabadnews

ચાર વર્ષથી રૂ. 55 કરોડનો દંડ બાકી છે જેમાં 35 કરોડ તો 5થી વધુ ઇ મેમો વાળાના જ છે

એક કારચાલકે 38 હજાર રૂપિયાનો દંડ નથી ભર્યો

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા નવા મોટર વહિકલ એકટ લાવ્યા બાદ લોકો ટ્રાફિકના નિયમો થોડા અંશે પાળતા થયા છે. જો કે છેલ્લા ચાર વર્ષમાં અમદાવાદીઓએ રૂ. 55 કરોડનો ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડ નથી ભર્યો. જેમાં 5થી વધુ મેમો મેળવનારા લોકોએ જ 35 કરોડ જેટલો દંડ નથી ભર્યો. જેથી હવે ટ્રાફિક પોલીસે આ દંડની વસુલાત કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે.

અલગથી રિકવરી સ્ક્વોડ ઘરે નોટિસ આપવા જશે

ટ્રાફિક ડીસીપી (વેસ્ટ) અજીત રાજીયાણે જણાવ્યું હતું કે અમદાવાદમાં 1400થી વધુ લોકો છે જેમને 5થી વધુ મેમો આપવામા આવ્યા છે. આ લોકોને 10 દિવસમાં દંડ ભરવાનો રહેશે. નોટિસ મળ્યાના 10 દિવસમાં તેઓ દંડ નહિ ભરે તો તેમનું લાયસન્સ અને આરસી બુકને રદ કરવામાં આવશે. આ માટે અલગથી રિકવરી સ્ક્વોડ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેઓને ઘરે નોટિસ આપવા જશે. 2015થી અત્યાર સુધીમાં 55 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદીઓએ માત્ર 24 કરોડ ભર્યા છે. બાકીના 55 કરોડ હજી રિકવર કરવાના બાકી છે....

ફોટો - http://v.duta.us/u6UeJAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/3PeECAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬