આજથી બિદાસ્ત થઇને ગીરના જંગલોમાં જઇને કરો સિંહ દર્શન, સહેલાણીઓને અપાશે આ એક વસ્તુ

  |   Gujaratnews

ગીર અભ્યારણ્યમાં સિંહોનું વેકેશન પૂર્ણ થતા હવે દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ગીરના સિંહોનું વેકેશન પૂર્ણ થતા હવે 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ ફરીથી સિંહ દર્શન કરી શકાશે. આજથી સિંહનું 4 મહિનાનું વેકેશન પૂર્ણ થયું છે. જેથી આગામી સમયમાં પ્રવાસીઓને ગીરના જંગલોમાં નાના સિંહબાળો જોવા મળશે.

આજથી ગીરમાં પ્રવાસીઓ માટે સવારે 6.30 કલાકે પ્રથમ ટ્રીપ જવા રવાના થઇ હતી, પરંતુ પ્રવાસીઓને જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વનવિભાગ દ્વારા આપવામાં આવતી જીપ્સીમાં પ્રવાસીઓને એક પાણીની બોટલ આપવામાં આવશે.

ગુજરાતમાં આ વખતે સારા ચોમાસાના કારણે નદી - નાળા, ઝરણાંઓ છલકાયા છે. ત્યારે ગીરનું પ્રાકૃતિક સૌદર્યં સોળેકળાએ ખીલી ઉઠ્યું છે. નદી નાળા છલકાતા જંગલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. વનવિભાગ દ્રારા પ્રવાસીઓની પ્રથમ ટુકડીને લીલી ઝંડી આપી દેવામાં આવી છે....

ફોટો - http://v.duta.us/4VFIyAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/car0agAA

📲 Get gujaratnews on Whatsapp 💬