ઉ.ગુ.ની 21 પાલિકાને રસ્તાના મરામત માટે 17.40 કરોડ ફાળવ્યા

  |   Palanpurnews

તાજેતરમાં રાજ્યમાં ભારે વરસાદના લીધે તમામ શહેરોમાં જાહેર માર્ગોનું ભારે ધોવાણ થયું હતું જેમાં પાલિકા વિસ્તારોમાં થયેલ નુકશાનની મરામત કરવાની થયેલ દરખાસ્તોને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા પાલિકાઅોના રસ્તાના રીપેરીંગ અને રીસરફેસીંગના કામો માટે ગ્રાન્ટની ફાળવણી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરાવલીની 21 પાલિકાઅો માટે રૂ. 1740.33 લાખની ગ્રાન્ટની ફાળવણી કરી છે.

રસ્તાઅોને વરસાદથી થયેલ નુકશાન અંગે પ્રાદેશિક કમિશ્નર કચેરીઅો મારફતે જાણકારી સરકારે મંગાવી હતી.જેમાં નગરપાલિકાઅો દ્વારા થયેલ નુકશાન અને સંભવિત મરામત ખર્ચના અંદાજ સરકારને અાપ્યા હતા. જેમાં સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રતિ કીમી રૂ. 15 લાખ ખર્ચ મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ કચેરીમાં ઉપલબ્ધ ગ્રાન્ટમાંથી મંજુર કરવામાં અાવ્યો છે. જે મુજબ ઉતર ગુજરાતમાં 17 પાલિકાઅોની દરખાસ્તો મુજબ રૂ. 1620.33 લાખ ગ્રાન્ટ મળવાપાત્ર થાય છે. જ્યારે તલોદ,ચાણસ્મા, હારિજ અને ભાભર પાલિકાઅોને વસતીના ધોરણે રૂ. 30લાખ પ્રમાાણે ગ્રાન્ટ ફાળવણી થર્મોપ્લાસ્ટીક રોડ પેઇન્ટ,કર્બ પેઇન્ટ,સ્ટ્રીટસાઇન બોર્ડ અને રોડ સેફ્ટીના કામો માટે કરવામાં અાવી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/HoeUcAAA

📲 Get Palanpur News on Whatsapp 💬