ગાજ્યા મેઘ વરસ્યા નહિ, Pm નરેન્દ્ર મોદીના સપનાને લાગ્યું મોટું ગ્રહણ

  |   Gujaratnews

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી ઘોઘા દહેજ રો-રો ફેરી સર્વિસને ફરી એક વખત ડ્રેજીંગ નું ગ્રહણ લાગ્યુ છે અને આ ઈન્ડિગો સિવેઝ કંપનીના કોન્ટ્રાકટરે અચોક્કસ મુદત સુધી આ સેવા બંધ કરી દેતા હાલ દિવાળીના માહોલમાં સુરતથી પોતાના વતન સૌરાષ્ટ્ર તરફ જળ માર્ગે આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેનું મુખ્ય કારણ દક્ષિણ ગુજરાતનાં દહેજ ખાતે સમયસર ડ્રેજીંગ ન થવાનું છે ત્યારે આ મામલે ભાવનગર અને સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે તાજેતરમાં દિલ્હી ખાતે શિપિંગ મિનિસ્ટર મનસુખ માંડવીયાને મળીને આ સેવા તાકીદે શરૂ કરવા માંગ કરી છે.

ગુજરાતનાં તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ તેના નિર્ધારિત સમય કરતા મોડી અને 600 કરોડ ખર્ચ કર્યા પછી પણ બરાબર ચાલતી નથી અને ડ્રેજીંગના ગ્રહણના કારણે આ સેવાનું બાળમરણ થઈ રહ્યું છે....

ફોટો - http://v.duta.us/r1zrCQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/vwx0wAAA

📲 Get gujaratnews on Whatsapp 💬