ગુજરાતમાં બેકારોનો આર્તનાદ, બેરોજગાર ઉમેદવારોએ સરકારના Mp-mla માટે કરી એવી વાત કે...

  |   Gujaratnews

રાજ્યમાં વર્ગ- ૩ના બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટે સામાન્ય વહિવટ વિભાગે લધુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ -૧૨થી વધારીને ગ્રેજ્યુએટ કરતા બેરોજગાર યુવા ઉમેદવારો, તેમના પરિવારો ભાજપ સરકાર સામે રોષે ભરાયા છે.

ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા રદ્દ કર્યા બાદ સળંગ બીજા દિવસે મંગળવારે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં સેંકડો નોકરીવાંચ્છુ યુવાનો સરકાર સામે પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કરવા ઉમટી પડયા હતા.

અહીં ભેગા થયેલા યુવાનો વર્ગ-૩ની ભરતી માટે લઘુત્તમ લાયકાત ધોરણ-૧૨ યથાવત રાખવાની માંગણી ઉપર અડીખમ છે. ગુજરાતમાં ભાજપ સરકાર પહેલા ધારાસભ્ય- સાંસદની ચૂંટણીમાં ઉમેદવારી માટે ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત નક્કી કરે પછી વર્ગ-૩માં આ પ્રયોગ કરે તેવી માંગણી કરતા યુવાનોએ જો નિરક્ષર મંત્રીઓને 'સેક્રેટરી ગ્રેડ' મળતો હોય તો સાવ નીચલા સ્તરની સરકારી નોકરી માટે ધોરણ-૧૨ની લધુત્તમ લાયકાત કેમ નહી ? તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા....

ફોટો - http://v.duta.us/MVLjFwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/YjWIHwAA

📲 Get gujaratnews on Whatsapp 💬