ગુજરાત / હવે લાયસન્સ કઢાવવા માટે ધોરણ 8 પાસ જરૂરી નહીં, ટ્રાન્સપોર્ટ કમિશનરનો પરિપત્ર

  |   Ahmedabadnews

લાયસન્સ માટે 1989ના સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ રૂલ્સ મુજબ ધોરણ 8 પાસ જરૂરી હતું

પરિપત્ર તમામ આરટીઓ અધિકારી અને સહાયક આરટીઓ અધિકારને મોકલાયો

ગાંધીનગર: જૂના સચિવાલય ખાતેની વાહન વ્યવહાર કમિશનરની કચેરીથી પરિપત્ર બહાર પાડીને તમામ આરટીઓ અધિકારી અને સહાયક આરટીઓ અધિકારને વાહન ચલાવવાની ન્યૂનત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 8 હતી તેને રદ્દ કરવાનો પરિપત્ર મોકલવામાં આવ્યો છે, અત્યાર સુધી ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછું ધોરણ 8 પાસ ફરજિયાત માંગવામાં આવતું હતું.

સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ રૂલ્સ મુજબ ધો-8 પાસ ફરજીયાત હતું

ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે 1989ના સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ રૂલ્સ મુજબ ધોરણ 8 પાસ હોય તેને જ ડ્રાઈવિંગ લાયસન્સ મળતું હતું. રાજ્ય કક્ષાએથી તમામ આરટીઓ અને એઆરટીઓને પત્ર મોકલીને જાણ કરવામાં આવી છે. જે અંતર્ગત ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફિ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના 23 સપ્ટેમ્બરના નોટિફિકેશન નંબ જીએસઆર 681 (ઈ)ની નકલ મોકલવામાં આવી છે. તે નોટિફિકેશનથી સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ રૂલ્સ, 1989ના નિયમ 8ને રદ્દ કરવામાં આવ્યો હોવાની જાણ કરવામં આવી છે. ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટેના ડ્રાઈવિંગ માટે લાયસન્સ માટે હવે ધોરણ 8 પાસની શૈક્ષણિક લાયકાતની જરૂર નહી રહે.

ફોટો - http://v.duta.us/9s84GQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/uwd0KwEA

📲 Get Ahmedabad News on Whatsapp 💬