જી.કે.માં રોજ 350 દર્દીને વિનામૂલ્યે ભોજન અને નાસ્તો પીરસાય છે

  |   Kutchhnews

જ્યારે શબ્દો ખૂટી પડે છે ત્યારે ખોરાક લાગણી અને પ્રેમનું પ્રતિક બને છે એ ઉક્તિ સાથે દર વર્ષે ૧૬મી ઓકટોબરનાં વિશ્વ ખોરાક દિવસ ઉજવાય છે, એ મુજબ દર્દીઓ પ્રત્યે સંવેદનાના સંકેત સ્વરૂપે ભુજમાં અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં રોજના સરેરાશ ૩૫૦ દર્દીઓને બે ટાઈમ પોષણક્ષમ આહાર અને સવારે ગરમ નાસ્તો વિનામૂલ્યે આપવામાં આવે છે.

દર્દીનો ખોરાક સુનિશ્ચિત પ્રવાહમાં અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે. રસોઈની સામગ્રી હોસ્પિટલમાં આવે ત્યાંથી લઈને દર્દી સુધી ખોરાક પહોંચે ત્યાં સુધી ચોક્સાઈ અને સ્વચ્છતાની સાથે ગુણવત્તા જાળવવા માટે ખુદ આહારશાસ્ત્રીની નજર તળે ખોરાક તૈયાર કરવામાં આવે છે.

દર્દીને રોજરોજ સમયસર નિયમિત ગરમ ખોરાક મળે એ માટે આધુનિક ટ્રોલી ખરીદવામાં આવી છે. જેના મારફતે દર્દી સુધી ખોરાક લઇ જવામાં આવે છે. ગરમ ટ્રોલી સાથે વ્યક્તિગત રીતે દર્દીનું નામ વાંચી તેમની જરૂરિયાત મુજબ આહાર પીરસવામાં આવે છે. સ્વાદની સાથે આહારમાં પોષકતત્વો જળવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એમ જી.કે. નાં આહારશાસ્ત્રી હિરવા ભોજાણીએ જણાવ્યું હતું....

ફોટો - http://v.duta.us/daKrOQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/0v1bSwAA

📲 Get Kutchh News on Whatsapp 💬