જામનગરમાં ડેન્ગ્યુનો હાહાકાર છતાં શાળાઓમાં ટૂંકા ડ્રેસ પર પ્રતિબંધ નહીં

  |   Jamnagarnews

જામનગરમાં ડેન્ગ્યુના હાહાકારથી દર્દીઓ મોતને ભેટી રહ્યા છે આમ છતાં શાળાઓમાં ટૂંકા સ્કૂલ ડ્રેસ પર પ્રતિબંધ મૂકવામાં ન આવતાં અનેક સવાલ ઉઠ્યા છે.વિદ્યાર્થીઓ પણ ડેન્ગ્યુની ઝપટે ચડયાં છે છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં રાચી રહ્યું છે.શાળા સંચાલકોની પણ ઘોર બેદરકારીથી બાળકોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે.

જામનગરમાં અત્યાર સુધીમાં ફકત શહેરની જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુથી 13 દર્દીના મૃત્યુ નિપજયાં છે ત્યારે ખાનગી હોસ્પિટલનો મૃતઆંક અલગ છે.શહેરની સરકારી અને ખાનગી શાળાઓમાં મચ્છરોના ઉત્પતિ સ્થાન જોવા મળી રહ્યા છે.જેના કારણે વિધાર્થીઓ પણ ડેન્ગ્યુની ઝપટમાં આવ્યા છે.એકબાજુ તંત્ર ડેન્ગ્યુથી બચવા સમગ્ર શરીર ઢંકાઇ તેવા વસ્ત્રો પહેરવાની સલાહ આપી રહ્યું છે.ત્યારે શાળાઓમાં વિધાર્થીઓ ટૂંકા સ્કૂલ ડ્રેસ પહેરી અભ્યાસ કરી રહ્યા હોય વિધાર્થીઓના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે.નવાઇની વાત તો એ છે કે,તંત્ર દ્વારા ડેન્ગ્યુને કાબૂમાં લેવા ડોર ટુ ડોર સર્વે,ફોંગીંગ,શાળાઓના આચાર્યોની મીટીંગ સહીતની કામગીરી કરવામાં આવી રહી છે.પરંતુ હજુ સુધી શાળાઓમાં ટૂંકા સ્કૂલ ડ્રેસ પર પ્રતિબંધ મૂકવાનું સૂઝયું નથી, તો શાળા સંચાલકો પણ ધોર બેદરકારી દાખવતાં વિધાર્થીઓનું આરોગ્ય જોખમ ઉભું થયું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/Tp_qQwAA

📲 Get Jamnagar News on Whatsapp 💬